મુખ્ય કેસો
- માલિકી અને કબજા માટેના દાવા
- કુટુંબની મિલકતની વહેંચણી (પાર્ટીશન)
- મનાઈ હુકમ (ઇન્જંક્શન) માટેની અરજી
- ભાડુઆત અને ખાલી કરાવવાના કેસ
- નાણાં વસૂલાત અને કરાર ભંગના દાવા
- વસિયતનામું, બક્ષિસ લેખ (ગિફ્ટ ડીડ) અને પાવર ઓફ એટર્ની તૈયાર કરવા
શરૂઆતમાં શું જોઈએ
મિલકતના કેસોમાં દસ્તાવેજો સૌથી મહત્વના છે: વેચાણ દસ્તાવેજ, 7/12 અને 8-અ ના ઉતારા, પ્રોપર્ટી કાર્ડ, હક્કપત્રકની નોંધો અને અગાઉના કોર્ટ હુકમો. દાવો સામાન્ય રીતે જ્યાં મિલકત આવેલી હોય તે વિસ્તારની દીવાની કોર્ટમાં થાય છે.
સામાન્ય પ્રશ્નો
શું દીકરીનો પૈતૃક મિલકતમાં હક્ક છે?
હા. 2005ના સુધારા પછી હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમની કલમ 6 મુજબ દીકરી જન્મથી જ સહભાગીદાર (coparcener) છે અને તેને દીકરા જેટલો જ હક્ક છે.
